About Me

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો ઉતર્યા ઉપવાસ પર । નર્મદાનું પાણી મળે તેવી ઉગ્ર માંગ

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો ઉતર્યા ઉપવાસ પર । નર્મદાનું પાણી મળે તેવી ઉગ્ર માંગ

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો ઉતર્યા ઉપવાસ પર । નર્મદાનું પાણી મળે તેવી ઉગ્ર માંગ

બનાસકાંઠાના થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે.ઉલ્લેખનીય છે કે 97 થી વધુ ગામોંમા નર્મદાનું પાણી સિંચાઈ, વાવેતર માટે મળે તેવી માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કિસાન સંઘર્ષ સમિતિએ અમને પાણી આપો પાણી અમારો અધિકારના નારા સાથે ઉપવાસ કર્યા હતા.

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામોમાં એમ તો છેક મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લગભગ 2005 થી આ ગામડામાં પાણી આપવાની વાત ચાલે છે પરંતુ હજુ સુધી પાણી મળી શક્યું નથી લોકમુખે ચર્ચાઈ રહેલી વાત કરીએ તો આ કેનાલ નુ કામ વહેલું પુરુ કરી દેવામાં આવ્યું હોત પણ આમાં મસમોટા રાજકીય નેતાઓ ના લીધે આ કામ પુરુ થતુ નથી એમાં મોટા નેતાઓની નારાજગી નું કારણ છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો ઉતર્યા ઉપવાસ પર । નર્મદાનું પાણી મળે તેવી ઉગ્ર માંગ

આ વિસ્તારમાં જો વાત પાણીની સમસ્યા ની કરવામાં આવે તો અહીંયા 600 ફુટ થી લઈને 1000 ફુટ ઉંડા ટયુબવેલ બનાવવામાં આવે છે અને તેનું અંદાજિત ખર્ચ 4 લાખ રૂપિયા આવતો હોય છે અને એ પણ સ્પષ્ટ પાણી થાય કે ન પણ થાય. અને પાણીની ગુણવત્તાની વાત કરીએ તો ટયુબવેલ નુ પાણી 2500 tds 3500 tds થી પણ ઉપરનું હોય છે તે પાણી પીવાલાયક હોતું નથી છતાં મજબૂર થઈ આ વિસ્તારમાં આ પાણી પીવા માટે પણ ઉપયોગ કરે છે માટે ખરેખર સરકાર આ વિસ્તારમાં પાણી સમસ્યા હલ કરે એવી આ વિસ્તારની માંગણી છે.

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો ઉતર્યા ઉપવાસ પર । નર્મદાનું પાણી મળે તેવી ઉગ્ર માંગ

થરાદ તાલુકાના પૂર્વ પટાના 97 ગામના ખેડુતો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

ઉનાળામાં થરાદ તાલુકાના 97 ગામમાં પાણીની મોટી સમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. નર્મદા કમાન્ડ એરિયામાં 97 ગામોને સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી.

97 ગામોને સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે અને આના વિશે સરકાર જો હકારાત્મક વલણ રાખી પાણી આપે નહીં તો ભવિષ્યમાં ટુંક સમયમાં ભારી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

                                Editing :- allinformation.in

Post a Comment

0 Comments