About Me

કોરોનાનો રાફડો ફાટ્યો:પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી થરાદ આવેલા 51 BSF જવાનો સંક્રમિત, વેરિએન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા

કોરોનાનો રાફડો ફાટ્યો:પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી થરાદ આવેલા 51 BSF જવાનો સંક્રમિત, વેરિએન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા

કોરોનાનો રાફડો ફાટ્યો:પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી થરાદ આવેલા 51 BSF જવાનો સંક્રમિત, વેરિએન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા


પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી થરાદ આવેલા 51 BSF જવાનો સંક્રમિત, વેરિએન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા|પાલનપુર,Palanpur - Divya Bhaskar

કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા

વેરિયન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા,450 જવાનો પૈકી 51 સંક્રમિત


દેશના સીમાડાઓની રખેવાળી કરતા બીએસએફના જવાનોની બટાલિયન પ.બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠાની સરહદે ફરજ બજાવવા આવી છે જ્યાં મેડિકલ પરીક્ષણમાં 51 BSF જવાનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બટાલિયાનના 450 BSF જવાનોને થરાદ કૃષિ યુનિ.ની હોસ્ટેલમાં રોકાણ કરાવવામાં આવ્યુ હતું.


બનાસકાંઠા જિલ્લામાં પાછલા દસ દિવસથી કોરોનાનો એક પણ કેસ સ્થાનિક કક્ષાએ જોવા મળ્યો નહોતો તેવામાં નાગાલેન્ડથી 10 દિવસ પૂર્વે આવેલી 93 બટાલિયનના બીએસએફના 51 જવાનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. નાગાલેન્ડથી આવેલી બટાલિયનના 450 જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પહેલા 7 જવાનો પોઝિટિવ આવ્યા જે બાદ બીજા 13 જવાનો કોરોના સંક્રમિત થયા હતા જે બાદ 31 જવાનોના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે જવાનોના સેમ્પલ ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે.


ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે કયા ટાઇપનું વેરિએન્ટ છે. તમામ કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. ડિસ્ટ્રીકટ એપેડેમીક ઓફિસર ડો નરેશ ગર્ગએ જણાવ્યું હતું કે “જિલ્લામાં નાગાલેન્ડથી બીએસએફની 93 બટાલિયન 3 તારીખે પાલનપુર રેલ્વે સ્ટેશને ઉતરી હતી જ્યાંથી થરાદ લઈ જવામાં આવ્યા હતા. બીએસએફના પ્રોટોકોલ જવાનોનોનો પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. જે પ્રમાણે ટેસ્ટ દરમિયાન આ 51 કેસો પોઝિટિવ આવ્યા હતા. આ જવાનોને કયો વેરિયન્ટ છે તે વેરિયન્ટ જાણવા માટે તમામના સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. જોકે તમામ બિલકુલ સ્વસ્થ છે. કોઈની તબિયત ખરાબ નથી. બધા સંપૂર્ણ સ્વસ્થ છે.


થરાદની પ્રજામાં ફફડાટ સાથે દેહશતનો માહોલ

થરાદના નાયબ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવેલું કન્ટેન્ટમેંટ વિસ્તાર જાહેર કરતો નિર્દેશોનો પત્ર સ્થાનિક મિડીયાને બદલે સોશિયલ મિડીયામાં ફરતું થયું હતું. જેમાં થરાદમાં એક સાથે 20 દર્દીઓ કોરોના પોઝીટીવ સાથે ત્રીજી લહેર આવી હોવાના સમાચાર વહેતા થતાં પ્રજામાં ભય સાથે ફફડાટનો માહોલ પ્રસર્યો હતો. જો કે આ કેસ પૈકીનો એકપણ કેસ સ્થાનિક નહી હોવાની આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી.


જવાનોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા થરાદના બ્લોક હેલ્થ ઓફિસર ડૉ એચ.વી. જેપાલે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ફરજ દરમ્યાન રસીના બંને ડોઝ લઇને દસેક દિવસથી અલગ અલગ તબક્કામાં બીએએફના જવાનો આવ્યા હતા. જેઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વ્યવસ્થાના ભાગરૂપે થરાદની મેડિકલ સારવાર અને ચેકઅપની સુવિધા આરોગ્ય વિભાગ પુરી પાડી રહ્યા છે. તાજેતરમાં નાગાલેન્ડથી 14 જવાનોની એેક ટુકડી આવી હતી. અગાઉ અને હમણાંના મળીને કુલ 51 જવાનોને થરાદની મોડલ શાળા અને કૃષિ.યુનિ.ની હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.


થરાદની 3 હોસ્ટેલ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

પ્રાંત અધિકારી વી.સી.બોડાણા દ્વારા કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે જેમાં છે. કૃષિ યુનિર્વસિટી-બોયઝ હોસ્ટેલ-1અને 2 ઢીમા રોડ, મોડલ સ્કૂલ મીઠા રોડ, ન્યૂ હોસ્ટેલ, આદર્શ નિવાસી સ્કૂલ, મીઠા રોડ, થરાદનો સમાવેશ થાય છે.


પહેલા 7 જેટલા જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગલેન્ડથી એક બટાલિયન જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જે માંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી પહેલા 7 જેટલા જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. બીએસએફ જવાનોના વધુ ટેસ્ટ કરતા ટોટલ 20 પોઝિટિવ કેસ આવ્યા છે અને તાત્કાલિક તમામ કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે.


450 જવાનોને થરાદ રાખવામાં આવ્યાજિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નરેશભાઇ ગર્ગએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં એક નાગાલેન્ડથી બીએસએફની બટાલિયન 3 તારીખે પાલનપુર રેલ્વે સ્ટેશને ઉતરી અને પાલનપુરથી જવાનોને થરાદ લઈ જવામાં આવ્યા હતા. બીએસએફના પ્રોટોકોલ જવાનોનોનો પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. જે પ્રમાણે ટેસ્ટ દરમિયાન સ્ટાટીંગ માં સાત જવાનો પોઝિટિવ આવ્યા હતા. ટોટલ 450 જવાનોને થરાદ રાખવામાં આવ્યા છે. 450 માંથી 7 પોઝિટિવ આવતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 20 જવાનો પોઝિટિવ આવ્યા છે. તપાસ ચાલુ છે. થરાદ મોડેલ સ્કૂલમાં તમામને આઇસોલેટ કરવામાં આવ્યા છે,આ જવાનોને કયો વેરિયન્ટ છે તે વેરિયન્ટ જાણવા માટે તમામના સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે.


કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી ની અને અન્ય કોઈ પણ માહીતી માટે આ website ni visit કરો :- https://www.allinformation.in

Post a Comment

0 Comments