રાજ્યમાં આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી


કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યો. પહેલા પાછોતરું ચોમાસુ, પછી વાવાઝોડુ 'ક્યાર' અને પછી 'મહા' એ ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસાનો માહૌલ બનાવ્યો હતો ત્યારે ફરીથી આવનારી 13મી અને 14મી નવેમ્બરને દિવસે રાજ્યમાં વરસાદ પડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે.

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહીમધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાત થશે વરસાદ


મધ્ય ગુજરાતમાં હલકાથી ભારે વરસાદી ઝાપટા થસે. જેમાં વલસાડ, નવસારી, સહિતના વિસ્તારોમાં શિયાળામાં વરસાદરમઝટ બોલાવશે.

કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા


કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ થઈ ગયા બાદ પણ હજુ વરસાદવરસશે.

13 તારીખે સૌરાષ્ટ્રમાં જશે વરસાદ


મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા થશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.

બનાસકાંઠા અને પોરબંદરમાં પણ વરસાદ


14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી પરંતુ શરૂ થઈ રહેલા શિયાળામાં વિચિત્ર વાતાવરણનો અહેસાસ થશે.