About Me

સરકારની રાહતના 1100થી ખેડૂતનું શું થશે? પાક વિમો આવે તો વર્ષ સુધરશે નહીંતર

સરકારની રાહતના 1100થી ખેડૂતનું શું થશે? પાક વિમો આવે તો વર્ષ સુધરશે નહીંતર...


રાજ્યમાં પડેલાં વધુ વરસાદ અને લીલા દુકાળની સ્થિતિ વચ્ચે અંતે સરકારની ઉંઘ ઊડી છે અને ખેડૂતોને પ્રથમ વાર ચિંત્તા થઈ હોય તેવી રીતે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. માત્ર આંકડો મોટો છે પણ રાજ્યના દરેક ખેડૂતના ભાગે તો અંતે એક વિઘાએ 1100 રૂપિયા જ આવવાના છે. હવે એક આશા જીવંત છે કે જો વિમા કંપનીઓ વળતર આપે તો ખેડૂત જીવશે નહીંતર વિઘે હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ મહદ્ અંશે પાક તો નિષ્ફળ જ ગયા છે.

રાહતની જાહેરાત કરી પણ સર્વેમાં ક્યા જિલ્લા છે તે સરકારે ના કહ્યુંવિમો 50 ટકા કરતાં વધુ ન પાકે તો ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારોશું સરકારે વિમા કંપનીઓને છાવરવા તો રાહત નથી આપીને?

33 ટકા કરતાં વધુ નુકશાન જરૂરી 


નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ બુધવાર બપોર બાદ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે જે રાજ્યના જે ખેડૂતોને ખેતરમાં સર્વે મુજબ 33 ટકા કરતાં વધારે નુકાશન થયું છે. તેવા ખેડૂતોને રાહતની રકમ મળશે. જેમાં પિયત ખેતીમાં 1 હેક્ટરે 13500 એટલે 1 વિઘાએ તો માત્ર 2188 રૂપિયા અને બિનપિયત ખેતીમાં 1 હેક્ટરે 6800 રૂપિયા એટલે 1 વિઘાએ તો માત્ર 1102 રૂપિયા જ મળશે. એ પણ સર્વેમાં આપનું ગામ હોય તો જ.

સર્વે ક્યા જિલ્લાઓમાં થયો એ મુદ્દે DyCM ચૂપ


પત્રકાર પરિષદમાં પત્રકારે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલને પુછ્યું કે સાહેબ ક્યા જિલ્લાઓમાં પાક નિષ્ફળ અને લીલા દુકાળોનો સર્વે થયો છે. તો નીતિનભાઈ કહે છે એ મુદ્દે આપણે બીજી પત્રકાર પરિષદ કરીશું અત્યારે આ વાત કરો. રાહત ક્યા વાપરવાની તે સરકારને જ ખબર નથી. ઉપરાંત ક્યા ગામમાં 33 ટકા કરતાં વધુ નુકશાન થયું છે એના સર્વેનો જવાબ હજુ સુધી નથી આવ્યો.

ખેડૂત ખેતી કરવા માટે કેટલો ખર્ચ કરે છે?


એક ખેડૂતની પરસેવાની કમાણીનાં આંકડા પર નજર કરીએ તો 15 વીઘા જમીન પર મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતને 400 કિલો બીજની જરૂર પડે જેનો ખર્ચ 40 હજાર રૂપિયા થાય છે. વાવેતર કર્યા બાદ ત્રણથી ચાર વખત નિંદામણ કરવું પડે છે. જેનો ખર્ચ 16 હજાર જેવો થાય છે. જ્યારે જંતુનાશક દવા પાછળ 10 હજાર રૂપિયા અને રાસાયણિક ખાતર પાછળ 5થી 6 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પાક પાકી ગયા બાદની વાત કરીએ તો તેને જમીનમાંથી નિકાળવા માટે 10થી 12 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જ્યારે થ્રેસરમાં નિકાળવાનો ખર્ચ 8થી 10 હજાર રૂપિયા અને ત્યારબાદ ખેતરને ખેડવા માટે 6થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલે કે, એકંદરે ખેડૂતને 95 હજારથી 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે.

ખેડૂતને એક દિવસમાં કેટલો નફો મળે છે?


આ તો માત્ર તમે ખર્ચ જોયો કે ખેડૂતને 15 વીઘા જમીનમાંથી મગફળીનું ઉત્પાદન લેવામાં 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ઉત્પાદનમાંથી ખેડૂતને એક દિવસમાં માત્ર 52 રૂપિયા જ નફો મળે છે ? 15 વીઘા જમીનમાંથી ખેડૂતને 9થી 10 ખાંડી એટલે કે, 200 મણ જેટલું મગફળીનું ઉત્પાદન મળે છે. જેના પર સરકાર ટેકાના ભાવ આપે ત્યારે 20 કિલોએ એક હજાર રૂપિયા જેટલો ભાવ મળે છે. આના પરથી અંદાજ લગાવો તો 20 મણ એટલે કે, 400 કિલો મગફળીના 20 હજાર રૂપિયા ભાવ મળે. આમ 10 ખાંડી એટલે કે 4 હજાર કિલો મગફળીના 2 લાખ રૂપિયા ભાવ મળે છે.

ખેડૂતની મહેનત અને ખર્ચનું વિભાજન


આ બે લાખ રૂપિયા તો તેના ઉત્પાદનનું મળેલું વળતર છે નફો નથી. પરંતુ હવે જરા 4 મહિનાની મહેનત અને ખર્ચનું વિભાજન કરીએ તો 2 લાખમાંથી એક લાખ રૂપિયા ખર્ચ નિકાળવા પર એક લાખ રૂપિયા નફો મળે. આ નફાનો 4 મહિનામાં વિભાજીત કરીએ તો દર મહિને 25 હજાર રૂપિયા ખેડૂત પરિવારની આવક થઈ. તેમાં પણ જો પરિવારમાં 4 ચાર સભ્યો હોય અને આ આવકનું વિભાજન કરીએ તો પ્રતિ વ્યક્તિની 6 મહિનાની આવક 6250 રૂપિયા થાય. એટલે કે ખેડૂત પરિવારના એક સભ્યની મહિનાની આવક માત્ર 1562 રૂપિયા અને એત દિવસની આવક માત્ર 52 રૂપિયા જ થાય છે. આ 52 રૂપિયાને તમે ખેડૂતનો નફો ગણો તો નફો છે. મંજૂરી ગણો તો મજૂરી છે. એટલે કે, એક મજૂરી કરતા વ્યક્તિની રોજની આવક 300 રૂપિયા છે. જ્યારે એક ખેડૂતની આવક માત્ર '52 રૂપિયા....' વિચારમાં પડી ગયા હશો. પરંતુ આ વરવી વાસ્તવિક્તા છે.

Post a Comment

0 Comments