About Me

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં નિષ્ણાતોએ 80 લાખ તીડનાં જુંડને ભગાડવાનો આપ્યો કારગર ઉપાય

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં નિષ્ણાતોએ 80 લાખ તીડનાં જુંડને ભગાડવાનો આપ્યો કારગર ઉપાય


રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં તીડના આક્રમણથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને તીડના આક્રમણથી બચવા શું કરવું તે માટે ખેડૂત મુંજવણ માં મુકાયો છે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની નિષ્ણાતો દ્વારા તેના ઉપાયો જણાવવામાં આવ્યા છે.

બનાસકાંઠા માં થરાદ, વાવ, સુઈગામ, લાખણી તેમજ ડીસા તાલુકાના વિસ્તારો માં તીડ દેખાણા


આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં તીડનું આક્રમણ થયું છે. જેથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. તીડ સામાન્ય રીતે રણ પ્રદેશમાં જોવા મળે છે. બનાસકાઠા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં સૂકા અને રણ જેવા છે એટલે ત્યાં તીડના આક્રમણનું પ્રમાણ રહે છે. આ વિસ્તાર તીડને ઈંડા મૂકવા માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તીડ આવ પાકને ઉખાડી નાખી તેની જમીનમાં ઈંડા મૂકે છે. જેની સંખ્યા 200 જેટલી હોય છે. તીડનું ટોળું 80 લાખ જેટલા હોય છે.



તીડના આક્રમણને રોકવા કોઈ એક બે ખેડૂતોનું કામ નથી. આ માટે તમામ લોકોએ એકત્ર થવું પડશે અને ગામ માં ઢોલ-નગારા વગાડવા જોઈએ. જેથી અવાજથી તીડ પોતાની દિશા બદલી નાંખે છે. ઉપરાંત લોકો ખેતરોમાં મશાલ પ્રગટાવી રાખવી જોઈએ જેથી તીડનું આક્રમણ અટકી શકે ઉપરાંત અમુક દવાઓનું છટકાવ પણ કરવો જોઈએ. આમ તીડના આક્રમણ સામે રક્ષણ મેળવવા ખેડૂતોએ આટલું કરવા કૃષિ નિષ્ણાતોએ સૂચનો કર્યા છે.



ડીસા તાલુકામાં છેલ્લા ત્રણ – ચાર દિવસથી તીડોનો આતંક ખૂબ જ વધી ગયો છે.આ તીડોનું ઝુંડ જે ગામમાં પ્રવેશે ત્યાં ખેતીના પાકોને ભારે નુકશાન કરે છે. ડીસા તાલુકાના ગામોમાં તીડનો આતંક યથાવત છે.ત્યારે ખેડૂતો તીડને ભગાડવા માટે થાળી, તગારા વગાડી ખેતરમાંથી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાના બાળકોને પણ હાલ શાળામાં મોકલતાં નથી અને આ બાળકો પણ પોતાનો પાક બચાવવા માટે ખેતરોમાં દોડી થાળી, વાડકા, તગારા વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments