આવતી કાલે માવજીભાઈ પટેલ થરાદ માજી ધારાસભ્ય ભાજપમાં જોડાયે તેવી શક્યતાઓ : સુત્ર 


થરાદ :- ગુજરાત રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણી 6 બેઠક માંથી 1 બેઠક જે થરાદ ની ટોપ અપ ધ ટાઉન બની છે તેમાં ભાજપ તરફથી મોટા કદાવર નેતાઓ પ્રચાર માં ઉતર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય બીજા કદાવર નેતાઓ પ્રચાર માં મેદાને છે એવામાં આ થરાદ ની બેઠક પરથી કોણ મેદાન મારે છે તે હજુ સુધી કહેવું ખુબ જ મુશ્કેલ છે મોટા મોટા રાજકીય વિષેક્ષ પણ આ બેઠકમાં ગોથે ચડેલા જોવા મળી રહ્યાં છે તો આ બેઠક માં પહેલે થી જ ખબર પડી જતી હોય છે પરંતુ આ વખતે કોઈ માઈકોલાલ કહી શકે તેમ નથી કારણ કે

આ વખતે કસોકસ હરિફાઈ જોવા મળી રહી છે એક બાજુ શંકરભાઈ ચૌધરી ને ટિકિટ ન મળતાં થરાદના મોટા ભાગના યુવાનો માં ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં નોટા નો મોટા પાયે પ્રચાર કરવામાં આવે અને નોટાને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે એક સુત્રો તરફથી માહિતી મળી છે તેમાં એક નવોજ વળાંક આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આજે થરાદ ખાતે માજી ધારાસભ્ય અને પૂર્વ 20 મુદા અધ્યક્ષ માવજીભાઈ પટેલ પોતે એક મીટીંગ બોલાવી હતી

માવજીભાઈ પટેલ એ મારવાડી આંજણા ચૌધરી સમાજ ના વોટ પર ખુબ જ સારી એવી પકડ ધરાવે છે અને તેઓ 2017 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમાં લગભગ 50000 મતો અપક્ષ ઉમેદવાર હોવા છતાં તેમને મળયા હતા તેવામાં આજે બોલાવવામાં આવેલી બેઠક ખુબ જ અગત્ય ની સાબીત થશે કારણ કે આ બેઠક માવજીભાઈ પટેલ પોતાના સમાજ અને બીજા અન્ય સમાજ પણ માવજીભાઈ પટેલ સાથે હોય છે એવા બધા લોકોને કે જે પોતાના સમાજ અને અન્ય સમાજના અગ્રણી લોકોને આ મિટિંગ માં બોલાવવામાં આવી રહ્યા છે માટે આ મિટિંગ પરથી એવુ જાણવા મળી રહ્યુ છે કે પોતે કોઈ પણ પક્ષ માં જોડાવવાની તૈયારી હોઈ શકે છે

એવામાં આવતી કાલે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી થરાદ પેટાચૂંટણી બાબતે સભાને સંબોધિત કરવાના હોવાથી સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહયા છે
જો માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાય તો ભાજપને ખુબ જ મોટો ફાયદો થાય અને કોંગ્રેસ ને નુકસાન ભોગવવું પડી શકે છે

  માવજીભાઈ પટેલ 2012 માં કોંગ્રેસ માંથી ચુંટણી લડયા હતા તે વખતે માવજીભાઈ પટેલ નજીવી લીડ થી હાર થઈ હતી અને પછી 2017 માં કોંગ્રેસ ટિકિટ આપી ન હતી એટલે નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમાં 50000 મતો મળ્યા હતા ત્યારથી માવજીભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ ચાલતા હતા 2019 માં સંસદની ચુંટણી માં પણ તેઓ નારાજ હોય તેવું લાગતું હતું ત્યારે આજની આ બેઠક પરથી ફાઈનલ માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાય તેવી પુરેપુરી શકયતાઓ રહેલી છે અને આવતી કાલે થરાદ ની મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ ના હાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી પુરેપુરી શકયતાઓ રહેલી છે

આ મીટીંગમાં ખાસ કરીને પોતાની સમાજના અગ્રણી આગેવાનો અને સરપંચો ને અને મોવડીઓ ને બોલાવવામાં આવ્યા છે આ સભા અંગત રાખવામાં આવી રહી છે અને અંદરખાને પુછવામાં આવે છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે

 હજૂ સુધી એવી કોઈ ઓફિસિયલ માહિતી મળી નથી કે કંઈ પ્રાટી માં જવાનું નક્કી કર્યું છે તે પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે કે માવજીભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ ચાલતા હોવાથી ભાજપમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે