ચાર યુવકોએ આગથળા પોલીસ મથકમાં ઉતારેલા ટિકટોક વીડિયોથી ચકચાર



લાખણી : લાખણી તાલુકાના આગથળા ગામે આવેલા પોલીસ સ્ટેશનમાં યુવકોએ ઉતારેલા ત્રણ ટીક ટોક વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ટીક ટોક વીડિયો ચાર આરોપી યુવકોએ વાયરલ કર્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે આ વીડિયો આ યુવકો ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવવા આવ્યા હતા તે સમય ના હોવાનું પોલીસે સ્પષ્ટતા કરતા ટોક ઓફ ધી ટાઉન બનેલ ચર્ચા શાંત થઇ હતી.
લાખણી તાલુકાના આગથળા ગામે આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસે ચાર યુવકોને મારામારીના ગુનામાં અટકાયત કરી હતી. જે સાંજે આ યુવકોના ટીક ટોક વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. તેમજ આ વીડિયોમાં ચારેય યુવકો પોલીસ સ્ટાફથી છૂપાઇને પોતાનો વીડિયો ઉતારતા હોવાનું જણાતું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આગથળા પોલીસે આ વીડિયો ગત ૧૧/૧૦/૨૦૧૯ ના દિવસે આ યુવકો પોતાના વિરોધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા તે દરમિયાન ઉતાર્યા હોઇ શકે છે તેવું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે લાખણીના છગનજી ગોળીયા ખાતે એક જ સમાજના બે જૂથ ખોલવાડિયા તેમજ ભોરડુવાના યુવકો વચ્ચે મારામારી થવા પામી હતી. જે બાબતે ખોલવાડિય સમાજના યુવકો ગત તા- ૧૧/૧૦/૨૦૧૯ ના રોજ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. જે દરમિયાન ચાર યુવકો પોલીસની નજરથી છૂપી રીતે ટીક ટોક વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ભોરડુવા સમાજના યુવકોની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કર્યા હતા. ત્યાર પછી ભોરડુવા સમાજના યુવકોએ ક્રોસ ફરિયાદ નોંધાવતા પોલીસે ખોલવાડિયા સમાજના ચાર યુવકોની ધરપકડ કરી હતી. જે સમયે જ આ ચારેય યુવકોનો ટિક ટોક વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જો કે આ વીડિયો જૂના હોવાનું પોલીસે જણાવ્યું હતું.