'ક્યાર વાવઝોડુ' નબળુ પડે તે પહેલા જ અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય

ક્યાર વાવઝોડુ' નબળુ પડે તે પહેલા જ અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય

આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

 
અમદાવાદ : ક્યાર વાવાઝોડાની અસર પુરી થઇ નથી ત્યાં શ્રીલંકાનાં દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થયું હતુ. લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર એરિયમાં પરિવર્તિત થયુ છે. જે ડિપ્રેશન બની અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેવુ અનુમાન છે. જેનુ ભારતીય મોસમ વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, ક્યાર વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયુ વાતાવરણ સર્જાયુ છે. આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, વડોદરા, કચ્છ, દેવભુમી દ્વારકા,પોરબંદર, રાજકોટ જિલ્લાનાં વાતાવરણમાં પલટા સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, દિક્ષણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો તૈયાર થયેલા પાકને નુકસાન થયુ છે. તો હવે ઉતર ગુજરાતમાં પણ કમોસમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉતર ગુજરાતનાં ખેડુતો માટે પણ ક્યાર વાવાઝોડું ચિંતા લાવ્યુ છે.