શંકર ચૌધરીને સાઈડ લાઈન કરવા ભાજપને ભારે પડ્યું


ભાજપમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ચુંટણી લડવી હતી. પરંતુ ભાજપના જ કેટલાક નેતાઓ નહોતા ઇચ્છતા કે શંકર ચૌધારી સક્રિય રાજકારણમાં આવે. જેના કારણે ભાજપ અને સરકારમાં ટોપના નેતાઓં સક્રિય થયા આમ એકબીજાના રાજકીય દુશમન હોવા છતાં આ મુદ્દે એક થઇ ગયા અને શંકર ચૌધરીની થરાદ બેઠક પર ટીકીટ કાપી હતી. જેના કારણે શંકર ચૌધરી અંદરથી નારાજ ચાલી રહ્યા હતા અને ચૌધરી સમાજ પણ નારાજ થયો હતો. ચૌધરી મતદાર ધરાવતી સીટ રાધનપુર અને થરાદ બેઠક ભાજપે ગુમાવી દીધી હતી.


શંકર ચૌધરીએ ઉજવણીથી અંતર બનાવ્યું


કમલમ ખાતે આજે સવારથી જીતું વાઘાણી શંકર ચૌધરી સહિતના ભાજપના સીનીયર નેતાઓ આવી ગયા હતા. કારણ કે તમામ બેઠક પર જીતનો વિશ્વાસ હતો. પરંતુ રાધનપુર અને થરાદ બેઠક કે જેમાં શંકર ચૌધરી સારું પ્રભુત્વ ધરાવે છે. એ બેઠક પર ભાજપ ભૂંડી રીતે હારી. પરિણામ આવ્યા બાદ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉજવણી માટે કમલમમાં બહાર ઉજવણી માટે આવ્યા હતા. પરંતુ શંકર ચૌધરીએ અંતર બનાવી રહ્યું હતું. ઉજવણી બાદ પત્રકાર પરિષદ સંબોધવા તમામ નેતાઓ પહોચ્યા હતા. પરંતુ શંકર ચૌધરી પોતાની કારમાં બેસી રવાના થઇ ગયા હતા. જે વાતનો ખ્યાલ ભાજપના નેતાઓને આવતા શંકર ચૌધરીને પરત બોલાવ્યા હતા.

કમલમ ખાતે સર્જાઈ હતી અવઢવની સ્થિતિ સર્જાઈ હતી


કમલમ ખાતે આજે ૧૨ વાગ્યા વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલા માટે ઢોલીઓને બોલાવી રાખ્યા હતા. પરંતુ તેને ૪ વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા. જેથી એ ઢોલીઓ પણ કંટાળી કમલમની બહાર નીકળી ગયા હતા. પરિણામ આવવામાં મોડું થયું તો બીજી તરફ રાધનપુર,બાયડ સહીત જે ભાજપની થરાદ બેઠક હતી એ પણ ભાજપે ગુમાવી હતી. તો અમરાઈવાડી જે ભાજપની સ્યોર સીટ હતી. તેમાં પણ ભાજપને મામુલી લીડ મળી હતી. જેથી ભાજપનો જીતનો ઉત્સાહ ઓસરી ગયો હતો અને અવઢવભરી સ્થિતિ સર્જાઈ હતી