પાલનપુર-ડીસા હાઇવે પર બાઇક સવાર પિતા-પુત્રને ડમ્પરે અડફેટે લીધા,પુત્રનું મોત

પાલનપુરના સાસમ ગામના પિતા-પુત્ર ડીસા ખાતે શનિવારે પોતાનું મોટર સાયકલ લઇને કપડાંની ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં ડીસાથી પરત ફરતી વેળાએ મોટા ગામ તરફ વળાંક લેતાં સામેથી આવતાં ડમ્પરના ચાલકે આગળનાં ભાગે ટક્કર મારતાં પિતાને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને પાછળ બેઠેલ પુત્રને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જયાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબે પુત્રને મૃતક જાહેર કર્યો હતો. ગઢ પોલીસે ડમ્પરને કબ્જે લઇને ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

સાસમ રહેતાં પ્રવિણજી પ્રતાપજી બોકરવાડિયા(ઠાકોર) દિવાળીના તહેવાર નિમિત્તે તેઓ તથા તેમનો સૌથી મોટો પુત્ર સુરેશજી (ઉં.વ.21) શનિવારે સવારે તેમનું બાઇક નંબર જીજે-08-બીડી-9606 લઇને ડીસા ખાતે ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં ડીસાથી ખરીદી કરી પરત ફરતી વેળાએ મોટા ગામ તરફ વળાંક લેતાં પાલનપુર તરફથી આવતાં ડમ્પર નંબર જીજે-08-ઝેડ-3099 ના ચાલકે બાઇકના આગળનાં ભાગે ધડાકાભેર ટક્કર મારતાં પ્રતાપજી ઠાકોરને પગનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ તેમના પુત્ર સુરેશજીને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાથી ગામમાં શોક પ્રસરી ગયો હતો.

વિનંતી :- આવા બનાવો આપણે ઘણા બધા વધી રહયા છે માટે વાહન ધીમે અને સાવચેતી પુર્વક ચલાવો. :- ઘરે તમારો પરિવાર તમારી રાહ જોવે છે .. જય માતાજી