અલ્પેશ ઠાકોર માટે માઠા સમાચાર, પેટાચૂંટણીમાં ઉંધા માથે પછાડવા ઘડાયો પ્લાન
ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ પેટાચૂંટણીમાં સૌકોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. અહીં પહેલા જ રાજકારણ બરાબરનું ગરમાયું છે. આ બેઠક પરથી ભાજપના ઉમેરવાર અલ્પેશ ઠાકોર મેદાને છે. પરંતુ અલ્પેશ ઠાકોર માટે ચૂંટણી પહેલા જ માઠા સમાચાર આવ્યા છે.રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. એટલુ જ નહીં ઠાકોર સમાજે કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ચૂંટણીમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે. તો અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરીએ પણ કોંગ્રેસને ટેકો જાહેર કરી દેતા અલ્પેશ ઠાકોર માટે ‘ઓલ વર્સિસ સિંગલ’ની સ્થિતિ ઉભી થઈ છે.
ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. જે માટે ભાજપ અને કોંગ્રેસ બળાબળનું જોર લગાવી રહ્યાં છે. આ પેટાચૂંટણીમાં સૌથી વધારે જો કોઈ બેઠક પર રાજ્ય આખાની નજર હોય તો તે છે ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠક. અહી ભાજપ તરફથી કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર મેદાને છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ મેદાને છે. પરંતુ ચૂંટણી પહેલા જ ઠાકોર સમાજના 1 હજારથી વધુ અલગ-અલગ સમાજનો લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ છોડીને 1 હજારથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. આ સમર્થકોએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, જીતેન્દ્ર બઘેલ,અર્જૂન મોઢવાડિયા સહિતના નેતાઓની હાજરીમા હાથ વ્હાલો કર્યો હતો.
આજે રાધનપુર ખાતે કોંગ્રેસના કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, પ્રદેશ નિરીક્ષક જીતેન્દ્ર બઘેલ, રાધનપુર પ્રભારી અર્જુન મોઠવાડિયા સહિતના નેતાઓ રહ્યા હાજર રહ્યાં હતાં. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. અલ્પેશ ઠાકોરની સેનાએ કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ટેકો જાહેર કર્યો હતો.
માત્ર ઠાકોર જ નહીં પણ વાદી સમાજ, આહીર સમાજ, ભરવાડ સમાજે પણ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. સભામાં તમામ ચુસ્ત ભાજપી કાર્યકર્તાઓ તેમજ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતાં. તો બીજી બાજુ અપક્ષ ઉમેદવાર ભારમલ ભાઈ ચૌધરીએ પણ રઘુભાઈ દેસાઈને ટેકો જાહેર કરી દીધો હતો.
આટલી મોટી સંખ્યામાં સાગમટે ભાજપમાંથી કોંગ્રેસમાં કાર્યકર્તાઓનું સ્થળાંતર અલ્પેશ ઠાકોર માટે ઝટકા સમાન છે. આ બાબત દર્શાવે છે કે, ઠાકોર સમાજમાં અલ્પેશને લઈને ભારોભાર નારાજગી છે. અલ્પેશ ઠાકોર માટે આ બાબત લાલબત્તિ સમાન છે.
0 Comments