kiran hospital at a disadvantage ayusman card and ma card/gujarat
આયુષ્યમાન અને મા કાર્ડનો ગેરલાભ ઉઠાવતી કિરણ હોસ્પિટલ યોજનામાંથી સસ્પેન્ડ
પ્રધાનમંત્રી જન ઔષધી યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના ના લાભ આપતી કિરણ હોસ્પિટલ ની મંજૂરી રદ કરી દેવામાં આવી છે. આરોગ્ય કમિશનર દ્વારા અપાયેલા સસ્પેન્શન ઓર્ડરમાં કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સસ્પેન્શન ઓર્ડરમાં લખાયું છે કે અમારી કચેરીને મા અમૃતમ કાર્ડ અને પ્રધાનમંત્રી જન ઔષધી યોજના હેઠળ આવતા દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હતા. જેથી હોસ્પિટલ ડી-ઇમપેનલમેન્ટ ના ધારાધોરણો અનુસાર કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સુરત ને 8-10-2019 ના રોજ તેના તમામ ક્લેમ કરેલા પેમેન્ટ અટકાવી દેવામાં આવે છે અને હોસ્પિટલ નવા ક્લેમ માટે 7-10-2019 થી દાખલ કરાયેલા દર્દીઓ માટે ક્લેમ પણ કરી શકશે નહીં.
વારંવાર કિરણ હોસ્પિટલ વિરોધ ફરિયાદો આવવાને કારણે એડિશનલ ડિરેકટર એમ ડી સુખાનંદી એ આ નિર્ણય કર્યો છે. જેને કારણે દક્ષિણ ગુજરાતની ખ્યાતનામ કિરણ હોસ્પિટલ માં હવે સરકારી યોજના મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન અને ખાતમૂહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને હોસ્પિટલ બનાવવા માટે ની જગ્યા સરકારે ભાડાપટ્ટે ટ્રસ્ટને આપેલ હતી.
0 Comments