ખેડૂત ફરિયાદ ક્યાં કરે, સાહેબ આદેશ આપ્યો પરંતુ વીમા કંપનીઓના ફોન તો ચાલુ કરાવો


એક બાજુ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. તો સામે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ થતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ખેડૂતો ફરિયાદ માટે વીમા કંપરનીઓને ફોન કરે છે પરંતુ એક પણ ફોન નથી લાગતા. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં પણ ધાંધીયા જોવા મળ્યા છે. ત્યારે ખેડૂતો પોતાની ફરિયાદ ક્યાં લખાવે તે મોટો પ્રશ્ન છે.

વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ થતા ખેડૂતો પરેશાનકૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં પણ ધાંધીયા

મીડિયા દ્વારા કરવામાં આવ્યું રિયાલીટી ચેક


નોંધનીય છે કે, અમારી ટીમે એ પણ આ નંબરની તપાસ કરી તો ફોન બંધ આવે છે. એક પણ ટોલ ફ્રી નબંર પર કોન્ટેક્ટ નથી થઇ શકતો. અને ટોલ ફ્રી નંબર બંધ હોવા છતા પણ સરકાર દ્વારા કોઇ પગલા નથી લેવામાં આવતા. ખેડૂતોને ફરિયાદ નોંધાવા 72 કલાકની મુદ્દત અપાઇ છે જેમાંથી 24 કલાક બાદ પણ હજુ કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ છે. ત્યારે ખેડૂતોની માગ છે કે વીમા કંપનીઓ ટોલ ફ્રી નંબર તાત્કાલિક શરૂ કરે.

ટોલ ફ્રી નંબર બંધ હોવાથી સમય મર્યાદામાં વધારો કરવા વિનંતી


ટોલ ફ્રી નંબર બંધ હોવાથી સમય મર્યાદામાં પણ વધારો કરવાની ખેડૂતોએ માગ કરી છે. ત્યારે કઇ કઇ કંપનીના ફોન બંધ આવે છે તેના પર નજર કરીએ તો યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર બંધ આવે છે. રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30થી 6:30 સુધી જ કાર્યરત છે.

ફોન ઓટો મોડ પર મૂકીને વીમા કંપનીઓ ખેડૂતોને કરી રહી છે પરેશાન 


ત્યારે 9:30થી 6:30 સુધીમાં પણ રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી. ફોન ઓટો મોડ પર મૂકીને વીમા કંપનીઓ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ભારતી એક્સા જનરલ કંપનીનો ટોલ ફ્રી નંબર પણ બંધ છે. જ્યારે એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપનીનો નંબર પણ બંધ આવે છે.

કૃષિ સચિવે 72 કલાકમાં ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું, વીમા કંપનીની હેલ્પલાઈન બંધ


ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલાં પાકનાં નુકસાનને પહોંચી વળવા ખેડૂત હેલ્પલાઈનની સુવિધા પુરી પાડવામાં આવી હતી. જેમાં તેઓ પાકને થયેલાં નુકસાન બાબતે અરજી કરી શકે છે. જોકે ટોલ ફ્રી નંબર બંધ હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બીજી તરફ કૃષિ સચિવે 72 કલાકમાં ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.

રૂપાણીએ કૃષિ વિભાગને સૂચના આપી 


ખેડૂતની આ સમસ્યા અને વીમા કંપનીની બદમાશીનો અહેવાલ  મીડિયા માં પ્રકાશિત કરતાં સીએમ રૂપાણીએ કૃષિ વિભાગને કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમને આદેશ કર્યો છે કે કૃષિ વિભાગ ઈ-મેઈલ કરી વીમા કંપનીને સૂચનાં આપે કે તેઓ તાત્કાલીક ધોરણે ટોલ ફ્રી નંબરની સેવ શરુ કરે.

ખેડૂતોને પડતાં પર ડામ


આ સાથે જ રિયાલીટી ચેકમાં એ પણ સામે આવ્યું હતું કે રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9.30થી 6.30 સુધી જ કાર્યરત કહે છે. આ દરમિયાન પણ કોઈ ફોન ઉપાડતું નથી. ફોન ઓટો મોડ પર મુકી તમામ કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. આ પરિસ્થિતિ ખેડૂતોને પડતાં પર ડામ આપવાં જેવી છે.