ગુજરાત પર ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં વરસશે વરસાદ!


ચોમાસુ વિદાય થયુંને મહિનો થવા આવ્યો, નવરાત્રી ગઈ અને દિવાળી પણ ગઈ, પરંતુ મેઘરાજા જાણે ગુઈજારાતમાંથી વિદાય લેવા ન ઇચ્છતા હોઈ એમ દિવાળીના દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલું ‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત પરથી મોટી આફત તો ટળી ગઈ છે પરંતુ એક બીજી આફત આવીને ઉભી રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં આગામી ૫ દિવસમાં કમોસમી વરસાદ પાડવાની આગાહી કરતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.


રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થયું છે અને લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી લઈને દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.


આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ૫ દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસશે એવી આગાહી પણ કરી છે સાથે જ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્ય વરસાદ રહેશે. ‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

ઉલ્લેખનીય છે કે આ વખતે વરસાદે ખેલૈયાઈનીયુ નવરાત્રી તો બગાડી જ હતી, પરંતુ નવ્રતી બાદ વિરામ લેતા રાજ્યના ખેડૂતોને હાશ થઇ હતી, પરંતુ હવે દિવાળીના દિવસોમાં ફરી વરસાદ ચાકુ થતા ખેડૂતોઅન કપાસ, માંડવી જેવા ઉભા પાકોને ભારે નુકશાન થઇ એમ હોઈ, ખેડૂતો વરસાદને લઈને ચિંતામાં મુકાયા છે. છેલ્લા બે દિવસમાં રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં વરસતા ખેડૂતોએ નુકશાની સહન કરવાનો વારો પણ આવ્યો છે. સાથે જ રાજકોટ શહેરમાં સાંજના 4 વાગ્યાથી છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 37 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરીમાં 19 મિમી અને જામકંડોરણામાં 8 મિમી વરસાદ નોંધાયો છે.


આ સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના નવરંગપુરા, લો ગાર્ડન, શ્યામલ સહિત એસજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, સી.ટી. એમ, અમરાઈવાડી, વસ્ત્રાલ, રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલુપુર, સારંગપુર, રાયપુર રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલુપુર, સારંગપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે માઝા મૂકી છે.


કચ્છમાં પણ ક્યાર વાવાઝોડાની અસરને પગલે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જેને પગલે ભૂજ સહિત માતાના મઢમાં ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે.