કયા જિલ્લાના કયા તાલુકાના ખેડૂતોને સરકારી વળતરનો મળશે લાભ ?, જૂઓ આ રહ્યું લિસ્ટ


રાજ્યમાં ક્યાર વાવાઝોડાના કારણે ગુજરાતના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. પણ તેમાં માત્ર ક્યાર વાવાઝોડાનો હાથ નથી. આ વર્ષે લીલો દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું હતું. મેઘરાજા લેટ લતિફ સાબિત થયા પણ સામે છેલ્લે સુધી વરસાદની હેલી વરસાવતા ખેડૂતોને રડવાના દિવસો આવ્યા હતા. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો સોથ બોલી ગયો હતો. તો કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં ક્યાર વાવાઝોડાની અસરના પગલે શિયાળુ પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.

સરકારની ખેડૂતો માટે જાહેરાત


રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા પાક વીમા માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, આ ટોલ ફ્રી નંબરથી ખેડૂત વીમાનો ક્લેમ કરી શકશે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને સરકાર એસડીઆરએફ પ્રમાણે વળતરની ચૂકવણી કરશે. વીમા કંપની અને ખેતીવાડીના અધિકારી દ્વારા પાક નુકસાનીનો સર્વે કરશે. ખેડૂતોએ વીમા માટે 72 કલાકમાં ફરિયાદ કરવાની રહશે. ફરિયાદના 10 દિવસમાં સર્વે કરવામાં આવશે. અને 25 દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. સરકાર નુકસાન બદલ ખેડૂતોને 150 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. ખેડૂતો માટે બનેલી રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી છે. જેથી ખેડૂતો જેમણે પાક વિમો ન લીધો હોય તેમને પણ નુકસાન પેટે વળતર ખેડૂતો ચૂકવશે. ત્યારે કયા જિલ્લાના અને કયા ગામના ખેડૂતોને સરકારના વળતરનો લાભ મળશે તેના પર એક ઉડતી નજર કરીએ.

આ રીતે મળશે લાભ


અગાઉ ત્રણ તબક્કામાં થયેલા નુકસાનનું ૧૦ દિવસમાં વળતર ચૂકવાશેવધુમાં વધુ ૧પ દિવસમાં વળતર ચૂકવવા માટેની તંત્રની તૈયારીનો દાવોનુકસાની બદલ ખેડૂતોને અંદાજે ૧પ૦ કરોડનું વળતર ચૂકવાશેટોલ ફ્રી પર રજિસ્ટ્રેશન બાદ ૧૦ દિવસમાં વીમા કંપનીએ કરવો પડશે સર્વેમાવઠાથી નુકસાન બાદ સરકારે જિલ્લાઓ માટે જાહેર કર્યા ટોલ ફ્રી નંબરસરકારે ટોલ ફ્રી નંબર પર પાક વીમા માટે ક્લેમ કરવા કરી અપીલવીમો નથી લીધો તેમને સરકાર એસડીઆરએફ પ્રમાણે ચૂકવશે વળતરવીમા કંપની અને ખેતીવાડી અધિકારી દ્વારા થશે પાક નુકસાનીનો સર્વે

એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લા અને તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું


રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયોઇંચ કરતા વધુ વરસાદ હોય તેવા વિસાતરમાં કૃષિ વિભાગ સર્વે કરશેકમોસમી વરસાદની પાકને થયેલા નુકસાનના જિલ્લા અને તાલુકાની વિગતએક ઇંચથી જેટલો વરસાદ થયો હોય તેવા તાલુકાસુરેન્દ્ર નગરના 7 તાલુકામા નુકસાન થયું છે..વઢવાણ, લખતર, સાયલા, ચુડા, દસાડા, ધાગધ્રા, લીંબડીખેડા જિલ્લાના 5 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં વાસો, માતર, કપડવંજ, મહુધા, કઠલાલભરૂચ જિલાના 4 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં અંકલેશ્વર, વાઘરા, વાલિયા, ભરૂચમોરબી જિલ્લાના 4 તાલુકામાં પાકને નુકસાન થયું છે. જેમાં વાંકાનેર, ટંકારા, મોરબી, હળવદઅમદાવાદના 3 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં ધંધુકા, બાવળા, માંડલઆનંદ જિલ્લાના 3 તાલુકામાં વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું. જેમાં આણંદ, આંકલાવ, બોરસદનર્મદા જિલાના 3 તાલુકામાં વરસાદથી પાકને નુકસાન. જેમાં નાંદોદ, ટીલકવાડા, ગ્રુડેશ્વરઅરવલ્લી જિલાના 2 તાલુકામાં પાકને નુકસાન. જેમાં બાયડ, મોડાસાનવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપોરમાં પાકને નુકસાનરાજકોટ જિલ્લાના જેતપુર અને પડધરી તાલુકામાં નુકસાનવડોદરા જિલાના વડોદરા અને સીનોર તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યુંઅમરેલી જિલ્લાના વાડિયા તાલુકામાં પાકને નુકસાનછોટા ઉદેપુરના છોટા ઉદેપુર તાલુકામા પાકને નુકસાન થયુંગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા નુકસાનજામનગરના લાલપુર, જૂનાગઢના કેશોદ, કચ્છના અંજાર, વલસાડના કપરાડા તાલુકામાં પાકને નુકસાન થયાની સંભાવના

ટ્રોલ ફ્રી નંબર


ક્રમખેડૂતો માટે ટોલ ફ્રી નંબરજિલ્લો1૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮રાજકોટ, તાપી, સુરત,
નવસારી, ડાંગ, વલસાડ2૧૮૦૦ ૧૦૩ ૭૭૧૨જામનગર, મહીસાગર, દાહોદ,
ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર3૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨અમરેલી, પંચમહાલ, ભરૂચ,
મહેસાણા, ગાંધીનગર, નર્મદા4૧૮૦૦ ૧૧૬ ૫૧૫જૂનાગઢ, અમદાવાદ, બોટાદ,
સાબરકાંઠા, કચ્છ5૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર,
પાટણ, આણંદ6૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર,
અરવલ્લી, ખેડા