વાયરલ વિડીયોઃ પક્ષપલ્ટાને લઇ શંકર ચૌધરીનો જાકારો, ચુંટણીમાં અલ્પેશ ઠાકોરની ચિંતામાં વધારો
પક્ષ પલટાને જનતા નકારતી હોવાનો દાવો શંકર ચૌધરીએ જાહેર સભામાં કરી રહ્યા છે. અત્યારે રાધનપુર બેઠક ઉપર પક્ષ પલટો કરનાર અલ્પેશ ભાજપનો ઉમેદવાર હોઈ વાતાવરણ ગરમાયુંઉત્તર ગુજરાતમાં થરાદ અને રાધનપુર વિધાનસભા બેઠક ચૌધરી સમાજ માટે સૌથી વધુ મહત્વની બની ગઈ છે. એવામાં શંકર ચૌધરીનો એક જૂનો વિડીયો વાયરલ થતા અલ્પેશ ઠાકોરને આડકતરો ઈશારો થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પક્ષ પલટાને જનતા નકારતી હોવાનો દાવો શંકર ચૌધરીએ જાહેર સભામાં કરી રહ્યા છે. અત્યારે રાધનપુર બેઠક ઉપર પક્ષ પલટો કરનાર અલ્પેશ ભાજપનો ઉમેદવાર હોઈ વાતાવરણ ગરમાયું છે.
વાયરલ થયેલ Video: 👇👇👇
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પક્ષ પલટો કરી ભાજપમાં આવનાર અલ્પેશ ઠાકોર જોરશોરથી પ્રચારમાં છે. આ દરમિયાન બનાસકાંઠાના થરાદ તાલુકાના મોટામેસરા ગામે રાજેશ્વર આંજણા આશ્રમ કે જયાં રાજેશ્વર ભગવાનની જન્મ જયંતી નિમિત્તે લોક મેળા નું આયોજન કરવામાં આવે છે ત્યાં શંકરભાઈ ચૌધરી આવ્યા હતા તે દરમિયાન આ વાત કરી હતી. વાત એમ છે કે તે સમયે 2019 ની સંસદની ચુંટણી હતી અને ત્યાં પરતીભાઈ ભટોળ પણ હાજર હતા આ ઈશારો એમ તો તે સમયે પરતીભાઈ ભટોળ તરફનો હતો. પણ એ વીડિયો 6 મહીના અગાઉ નો છે પરંતુ વાયરલ અતયારે થયો હોવાથી અલ્પેશ ઠાકોર ને થોડા ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે આ લોકમેળામાં બહોળી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજ ના લોકો આવતા હોવાથી તેમાં બંને પક્ષના નેતાઓ આવ્યા હતા અને ભાષણ પણ કર્યુ હતું. જેમાં ‘‘પલટો કરનાર નેતાને જનતા સારી રીતે સમજે છે, નેતા ભાજપનો હોય કે કોંગ્રેસનો જનતાને બધી જ ખબર પડે છે.’’ આવા શબ્દો સાથેનો શંકરભાઈ ચૌધરીનો વિડીયો ધૂમ મચાવતા અલ્પેશ સમર્થકોની ચિંતા વધી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર બેઠક ઉપર ચૌધરી સમાજના મતદારો વધુ હોવાથી શંકર ચૌધરીને ટિકીટ નહી મળતા નારાજ છે. આવી સ્થિતિમાં પક્ષ પલટાને લઈ શંકર ચૌધરીનો વિડીયો આડકતરી રીતે અલ્પેશ ઠાકોરનો ઈશારો કરતો હોવાનું બતાવે છે. જેનાથી રાધનપુર વિધાનસભામાં ચુંટણી ટાણે ભાજપનું આંતરિક રાજકારણ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
0 Comments